અમદાવાદ : એકસાથે 700 TRB જવાનોને પાણીચું પકડાવાયું, પોલીસ બેડામાં વ્યાપી ગયો ફફડાટ

રાજ્યભરમાં ટ્રાફિક નિયમોના સુચારુ અમલ માટે તમામ મોટા શહેરોથી લઈ જિલ્લાઓમાં TRB જવાનોની ભરતી કરવામાં આવી છે અને તેઓ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરાવવામાં આવી રહ્યું છે, પરંતુ આ TRB જવાનોને લઇ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેને લઈને સમગ્ર પોલીસ બેડામાં સપાટો બોલી ગયો છે.

હકીકતમાં, રાજ્યભરમાં અને એમાં પણ અમદાવાદ શહેરમાં TRB જવાનો સામે અવારનવાર ભ્રષ્ટાચાર અને ગેરવર્તણૂકની ફરિયાદો સામે આવી રહી છે, ત્યારબાદ હવે અમદાવાદમાં એકસાથે 700 TRB જવાનોની હકાલપટ્ટી કરી દેવામાં આવી છે.

તંત્ર દ્વારા અમદાવાદમાં કરવામાં આવેલા આ મોટા નિર્ણયથી સમગ્ર પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે, ત્યારબાદ હવે આગામી સમયમાં 3 વર્ષના કોન્ટ્રાક્ટના આધારે 700 TRB જવાનની ભરતી કરાશે.

Leave a Reply