You are currently viewing અમિતભાઈ શાહે કર્યું પોલિસ કચેરીઓનું વર્ચ્યુઅલ લોકાર્પણ

અમિતભાઈ શાહે કર્યું પોલિસ કચેરીઓનું વર્ચ્યુઅલ લોકાર્પણ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં સાડા પાંચ કરોડના ખર્ચે નવનિર્મિત ૬ પોલીસ સ્ટેશન અને નાયબ પોલીસ અધિક્ષક કચેરીના વર્ચ્યુઅલ લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતીમાં સંપન્ન કર્યા હતા

 રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતીને વધુ સુદ્રઢ કરવાના અનેક નવતર આયામો અપનાવી રાજ્ય સરકારે નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કાયદો વ્યવસ્થાની સ્થિતીમાં આમૂલ ચૂલ પરિવર્તન કર્યુ છે તે માટે ગૃહ મંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા
 ગૃહમંત્રીએ જણાવ્યું કે, ભુતકાળમાં ગુજરાતની છબિ કરફયુ કેપિટલ અને છાશવારે રમખાણો થતા રાજ્યની હતી
 હવે, રાજ્ય પોલીસે અદ્યતન ટેકનોલોજી, કૌશલ્યવર્ધન યુકત કર્મીઓની સમયબદ્ધ ભરતી, ગુજસિટોક જેવા કાનૂની ઢાંચાને નક્કર સમર્થનથી ગુજરાતને શાંત, સલામત, સુરક્ષિત અને વિકસીત રાજ્યની ઓળખ અપાવી છે
 મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે રાજ્યના વિકાસમાં કાયદો વ્યવસ્થાની સંગીન સ્થિતી અને લોકોની સુરક્ષાને પાયા રૂપ ગણાવ્યા હતા
 પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહના દિશાદર્શનમાં ગુજરાત પોલીસ બિટ પોલીસીંગથી સ્માર્ટ પોલિસીંગ તરફ સફળતાપૂર્વક આગળ વધી છે તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
 ભુપેન્દ્રભાઇ પટેલે પોલીસ દળના સાયબર આશ્વસ્ત, વિશ્વાસ પ્રોજેકટ, ૧૦ હજાર જવાનોને ૭૧ કરોડના ખર્ચે અપાનારા બોડીર્વોન કેમેરા જેવી સુવિધાઓથી રાજ્યના નાગરિકોની જાન-માલ સુરક્ષા, કાયદો વ્યવસ્થા જાળવણીમાં નવું બળ મળ્યું છે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.
 ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા, પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, સચિવ અવંતિકા સિંઘ ગાંધીનગરથી સહભાગી થયા હતાં.
 સાણંદ ધારાસભ્ય કનુભાઇ, ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અગ્રણી પ્રદિપસિંહ વાઘેલા તેમજ અમદાવાદ રેન્જ આઇ.જી. કલેકટર અને પોલીસ અધિક્ષક વગેરે કાર્યક્રમ સ્થળેથી આ વર્ચ્યુઅલ લોકાર્પણમાં જોડાયા હતાં.

Leave a Reply