કૃષિ કાયદા પાછા ખેંચ્યા બાદ પણ કેન્દ્ર સરકારનું વધી શકે છે ટેન્શન, ખેડૂતો હજી પણ લડી દેવાના મૂડમાં

કેન્દ્રની મોદી સરકાર દ્વારા કૃષિને લઈ લાવવામાં આવેલા ૩ કાયદાઓને લઈ દેશભરમાં ભારે વિરોધ પ્રદર્શન થયું હતું, ત્યારબાદ હવે આ મામલે સરકાર નમતું ઝૂક્યું છે અને પ્રધાનમંત્રી મોદીએ દેશમાં ત્રણ કૃષિ કાયદાને પરત ખેંચવા માટે એલાન પણ કર્યું છે, જો કે આ એલાન બાદ પણ સરકારનું ટેન્શન વધી શકે છે.

હકીકતમાં, કૃષિ કાયદાઓને લઈ સરકાર ઝૂકી ગઈ છે, પરંતુ બીજી બાજુ ખેડૂતો હજુ પાછળ હટવા માટે તૈયાર નથી. આ અરસામાં ખેડૂતો દિલ્હીની બોર્ડર પર આંદોલનને આગળ હજુ પણ ચલાવવા માટે નવી જ રણનીતિ પર કામ કરવામાં આવી રહ્યું છે.

સરકાર દ્વારા રદ્દ કરાયેલા ૩ કૃષિ કાયદાઓ બાદ પણ ભારતીય કિસાન યુનિયનનાં નેતા રાકેશ ટિકૈતે હુંકાર ભરતા કહ્યું હતું કે, કૃષિ આંદોલન હજુ સમાપ્ત થશે નહીં, હજુ આગળની રણનીતિ પર કામ કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોની જીત ત્યારે જ થશે જ્યારે અમારા પાકને સારી કિંમતો મળે.

 

Leave a Reply