દેશમાં મહિલાઓની સંખ્યાને લઈ આવ્યા મોટા સમાચાર, 1000 પુરુષે 1020 મહિલા થઇ

ભારતમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓની સંખ્યા ઓછી હોવાના અહેવાલ મળતા આવ્યા છે, ત્યારે આ વચ્ચે દેશ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે.

ભારતમાં પહેલીવાર ભારતની કુલ વસ્તીમાં 1000 પુરુષે મહિલાઓની સંખ્યા 1020 થઈ છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5ના આંકડામાં આ વાત કહેવામાં આવી છે. આ ઉપરાંત NFHS-4ના નવા સર્વેમાં 1000 છોકરાએ 929 છોકરીએ પહોંચ્યો છે, જેમાં મહત્વની બાબત એ પણ સામે આવી છે કે, શહેરો કરતાં ગામડાંમાં જેન્ડર રેશિયોમાં સુધારો આવ્યો છે.

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5ના આંકડામાં સામે આવ્યું છે કે, ગામડાંઓમાં સર્વે પ્રમાણે, 1000 પુરુષે 1037 મહિલા નોંધવામાં આવી છે, જ્યારે શહેરોમાં 985 મહિલા છે.

Leave a Reply