ભારતનો આખરી ટી-૨૦માં ૭૩ રનથી વિજય : શ્રેણીમાં ન્યુઝીલેન્ડનો ૩-૦થી વ્હાઈટવોશ

  • Post author:
  • Post category:Sports
  • Post comments:0 Comments

કોલકાતા,
તા.૨૧

રોહિતની  ૫૬ રનની
કેપ્ટન્સ ઈનિંગ બાદ અક્ષર પટેલે માત્ર ૯ રનમાં ત્રણ વિકેટ ઝડપતાં ભારતે ત્રીજી અને
આખરી ટી-૨૦માં ૭૩ રનથી ન્યુઝીલેન્ડને હરાવ્યું હતુ. આ સાથે ભારતે ત્રણ ટી-૨૦ની
શ્રેણીમાં વર્લ્ડ ટી-૨૦ ચેમ્પિયનશિપની ફાઈનલ રમેલા ન્યુઝીલેન્ડનો ૩-૦થી વ્હાઈટવોશ
કર્યો હતો. આ સાથે કેપ્ટન તરીકે રોહિત શર્મા અને કોચ તરીકે રાહુલ દ્રવિડે પણ
ધમાકેદાર શરૃઆત કરી હતી. કોલકાતામાં રમાયેલી શ્રેણીની ત્રીજી ટી-૨૦માં જીતવા
માટેના ૧૮૫ના ટાર્ગેટ સામે ન્યુઝીલેન્ડ ૧૭.૨ ઓવરમાં ૧૧૧ રનમાં સમેટાયુ હતુ. અક્ષર
પટેલ પ્લેયર ઓફ ધ મેચ અને રોહિત શર્મા પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર થયો હતો.

ભારતીય બોલરોએ કમાલ કરતાં ન્યુઝીલેન્ડના સાત બેટ્સમેનો તો
ડબલ ફિગરના સ્કોર સુધી પણ પહોંચી શક્યા નહતા. અક્ષરે ત્રણ અને હર્ષલ પટેલે બે તેમજ
દીપક ચાહર
, ચહલ અને
વેંકટેશ ઐયરે ૧-૧ વિકેટ ઝડપી હતી. ન્યુઝીલેન્ડના ઓપનર ગપ્ટિલે લડાયક અડધી સદી
ફટકારી હતી.

અગાઉ પ્રથમ બેટીંગ કરતાં ભારતે ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી
અને આખરી ટ્વેન્ટી-૨૦માં સાત વિકેટે ૧૮૪ રન કર્યા હતા. રાહુલના સ્થાને ટીમમા સ્થાન
મેળવનારા ઈશાન કિશને ઓપનિંગમા આવીને ૨૯ રન કર્યા હતા. શ્રેયસ ઐયરે ૨૫ અને  દીપક ચાહરે ૮ બોલમાં અણનમ ૨૧ રન કર્યા હતા.
ભારતે શરૃઆતની બંને મેચો જીતીને શ્રેણીમાં ૨-૦થી અજેય સરસાઈ મેળવી લીધી હતી. 

સાઉથીને આરામ અપાતા કેપ્ટન્સી કરી રહેલા સાન્ટનરે માત્ર ૨૭ રન
આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે બોલ્ટ
,
મિલને, ફર્ગ્યુસન
અને ઈશ સોઢીએ ૧-૧ વિકેટ ઝડપી હતી. ભારતીય બેટસમેનોએ સમયાંતરે વિકેટ ગુમાવી હતી. તેમ
છતાં આક્રમક દેખાવ જારી રાખતાં ન્યુઝીલેન્ડના બોલરો અને ફિલ્ડરો લાચાર જોવા મળ્યા હતા.

કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાયેલી શ્રેણીની ત્રીજી અને આખરી
ટી-૨૦માં રોહિત શર્માએ સળંગ ત્રીજો ટોસ જીત્યો હતો. જોકે
, આ વખતે તેણે
ફિલ્ડિંગને બદલે બેટીંગ પસંદ કરી હતી.

રોહિત શર્મા અને ઇશાન કિશનની જોડીએ વિસ્ફોટક બેટીંગ કરતાં
માત્ર ૩૮ બોલમાં જ ૬૯ રનની ભાગીદારી કરી સનસનાટી મચાવી હતી. સાન્ટનરે સાતમી ઓવરમાં
કિશન (૨૯) અને સૂર્યકુમાર (૦)ને આઉટ કર્યા હતા. પંત પણ ૪ રને સાન્ટનરનો ત્રીજો
શિકાર બનતા ભારતે ૮૩ રનમાં ત્રીજી વિકેટ ગુમાવી હતી. ભારતને ૧૦૦નો સ્કોર પાર કર્યો
તેની સાથે રોહિત પણ પેવેલિયનમાં પાછો ફર્યો હતો.

શ્રેયસ અને વેંકટેશ ઐયરે ૩૬ રન જોડયા હતા. જે પછી અક્ષર
પટેલે હર્ષલ પટેલ સાથે ૧૪ બોલમાં ૨૨ રનની અને દીપક ચાહર સાથે ૯ બોલમાં અણનમ ૨૨
રનની ભાગીદારી કરી હતી. અક્ષર બે રને નોટઆઉટ રહ્યો હતો. જ્યારે હર્ષલ પટેલે ૧૧
બોલમાં ૧૮ અને દીપક ચાહરે ૮ બોલમાં અણનમ ૨૧ રન નોંધાવ્યા હતા.

Source link

Leave a Reply