You are currently viewing ભારતીય વિચાર મંચ, ગાંધીનગર કેન્દ્રના યુવા આયામ YAGNA (યુથ અવેરનેસ ફોર ગ્રેટર નેશનલ અવેકનિંગ) દ્વારા‘Role and Reliability of Media & Social Media in Internal Security Challenges’

ભારતીય વિચાર મંચ, ગાંધીનગર કેન્દ્રના યુવા આયામ YAGNA (યુથ અવેરનેસ ફોર ગ્રેટર નેશનલ અવેકનિંગ) દ્વારા‘Role and Reliability of Media & Social Media in Internal Security Challenges’

ભારતીય વિચાર મંચ, ગાંધીનગર કેન્દ્રના યુવા આયામ YAGNA (યુથ અવેરનેસ ફોર ગ્રેટર નેશનલ અવેકનિંગ) દ્વારા‘Role and Reliability of Media & Social Media in Internal Security Challenges’ વિષય ઉપર યુવાવિમર્શનું આયોજન સે.૨૫ ખાતેના GIDC સભાગૃહમાં કરવામાં આવ્યું હતું. આ યુવાવિમર્શ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે શ્રી કુલદીપ લહેરુ, યુવા જર્નાલિસ્ટ આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ભારતીય વિચાર મંચ અને યુવા આયામનો પરિચય આપવામાં આવ્યો હતો. ત્યારબાદ વક્તાશ્રીએ ખૂબ જ સરસ શૈલીમાં પ્રત્યક્ષ ઉદાહરણો અને જાત અનુભવ ના વિવિધ કિસ્સા દ્વારા આપેલ વિષયના સંદર્ભમાં પોતાના વિચારો રજૂ કર્યા. ચર્ચાના મુખ્ય મુદ્દા નીચે મુજબ રહ્યા.

  • રાષ્ટ્રવાદી તથા તટસ્થ પત્રકારો સામે આવતા પડકારો, કાર્ય વર્તુળમાં બહિષ્કાર તથા અપમાનજનક વર્તણુકનો સામનો.
  • દેશદ્રોહી તત્વો દ્વારા દેશની આંતરિક સુરક્ષામાં ખલેલ પહોંચાડવામાં પત્રકારોનો ઉપયોગ.
  • લાયકાત વગરના પત્રકારો દ્વારા મીડિયામાં રજુ થતા ખોટા સમાચારો તથા અહેવાલો અને આથી ઉભો થતો વિશ્વસનીયતાનો પ્રશ્ન.
  • વામપંથી પત્રકારો દ્વારા સમાજમાં વિઘટનવાદી હેતુઓ માટે સોશ્યિલ મીડિયા નો પ્રોપોગેંડા ટૂલ તરીકે ઉપયોગ અને તેના દ્વારા સમાજમાં અરાજક પરિસ્થિતિનું નિર્માણ.
  • આ તમામ અસામાજિક પ્રવૃતિઓ સામે યુવા આયમના કાર્યકરોની ભૂમિકા.

આ યુવાવિમર્શનો લાભ ૪૨ જેટલા યુવા પ્રતિભાગીઓએ લીધો હતો. વિષય પ્રસ્તુતિ બાદ પ્રતિભાગીઓએ પ્રશ્નો અને ચર્ચા દ્વારા પોતાના વિચારો રજૂ કર્યા હતો. અંતે ભારતીય વિચાર મંચ, ગાંધીનગર કેન્દ્રના મંત્રીશ્રી પ્રીતેશભાઈ મોદીએ પુસ્તકો દ્વારા વક્તાશ્રીનું અભિવાદન કર્યું હતું. આભારવિધિ બાદ શાંતિમંત્ર દ્વારા યુવાવિમર્શ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

Leave a Reply