ભારત સામેની શ્રેણીમાં સ્પિન બોલિંગની ભૂમિકા મહત્વની રહેશે

  • Post author:
  • Post category:Sports
  • Post comments:0 Comments

કાનપુર, તા.૨૪

ન્યુઝીલેન્ડની
પ્રવાસની ટીમના કેપ્ટન કેન વિલિયમસને કહ્યું છે કે
, ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં સ્પિન
બોલિંગની ભૂમિકા મહત્વની રહેશે. મને આશા છે કે
, અમારા
સ્પિનરો એજાઝ પટેલ અને સોમરવિલે ઝડપથી અહીની પીચ અને પરિસ્થિતિને અનુકૂળ થઈ જશે
અને તેઓ ટીમને સફળતા અપાવશે.

ભારતે
૨૦૧૬માં કાનપુરમા રમાયેલી ટેસ્ટમાં ન્યુઝીલેન્ડને ૧૯૭ રનથી કારમો પરાજય આપ્યો હતો.
જેમાં અશ્વિને નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. એક તરફ ભારત પાસે અશ્વિન-જાડેજાની સ્પિન
બોલિંગ જોડીએ છે
, જે ૬૦૦થી વધુ વિકેટ ઝડપી ચૂકી છે. જ્યારે ન્યુઝીલેન્ડના એજાઝ-સોમરવિલેની
જોડીએ ૧૩ મેચમાં કુલ ૪૧ વિકેટ મેળવી છે. જેમાં સોમરવિલેની તો માત્ર ચાર જ વિકેટ
છે.

વિલિયમસને
કહ્યું કે
, આખી શ્રેણીમાં સ્પિન બોલિંગ મહત્વનું ફેક્ટર બની રહેશે. ભારતીય સ્પિન
બોલિંગની તાકાતનો અમને અંદાજ છે અને તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી સારો દેખાવ કરી
રહ્યા છીએ. જોકે આ પીચ પર રિવર્સ સ્વિંગ પણ મળી શકે તેમ છે. અમે તેનો પણ ઉપયોગ
કરીશું. તેની સાથે સાથે અમારા બેટ્સમેનોએ સ્પિનરોનો સામનો કરવાની સાથે
સ્કોરબોર્ડને ફરતુ રાખવા તરફ પણ ધ્યાન આપવું પડશે.

ન્યુઝીલેન્ડનો કેપ્ટન વિલિયમસન ખુદ પણ નેટ્સમાં સ્પિન બોલિંગ કરતો નજરે ચઢ્યો હતો. તેણે કહ્યું કે, અમારા ક્રિકેટરોએ નવા દ્રષ્ટીકોણની સાથે ઉતરવું પડશે. ભારતમાં બેટ્સમેનો અને બોલરોને નવા પડકારનો સામનો કરવો પડશે અને તેનો સામનો કરવા માટે પરિસ્થિતિને ઝડપથી અનુકૂળ થવું જરુરી છે.

Source link

Leave a Reply