યૂરોપમાં એક સપ્તાહમાં કોરોના સંક્રમણના ૨૦ લાખ નવા કેસ ચિંતાનો વિષય બન્યા

  • Post author:
  • Post category:Health
  • Post comments:0 Comments

ન્યૂયોર્ક,૧૫ નવેમ્બર,૨૦૨૧,સોમવાર 

યૂરોપમાં ફરી એક વાર કોરોના સંક્રમણે માથુ ઉચક્યું છે. ૨૦૨૧ના વર્ષનો ઉતરાર્ધ ચાલી રહયો છે ત્યારે વધતા જતા કોરોના સંક્રમણે ચિંતા જન્માવી છે. જર્મની,ફ્રાંસ અને બ્રિટનમાં જે રીતે કેસ વધી રહયા છે તે જોતા લોકડાઉન લાદવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ રહી છે. નેધરલેન્ડમાં લોકડાઉન જેવા કડક પ્રતિબંધો લાદવામાં આવતા તેનો કેટલાક નાગરિકો વિરોધ પણ કરી રહયા છે. દુનિયામાં વેકિસન ઉપલબ્ધ હોવા છતાં કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે લોકડાઉન જ ઉપાય ગણાય છે. જો કે લોકડાઉનની આર્થિક અને સામાજીક અસરો ખૂબ ભયંકર થતી હોય છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર યુરોપમાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોના સંક્રમણના ૨૦ લાખ કેસ નવા આવ્યા છે. આ આંકડો જયારથી કોરોના મહામારી શરુ થઇ એ પછીનો સૌથી વધુ છે.  કોરોનાનો ખતરો હજુ ટળ્યો નથી ત્યારે તમામ લોકોને વેકિસન મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી જરુરી છે. વેકિસનના બે ડોઝ દરેકને ના મળી રહે ત્યાં સુધી બુસ્ટર ડોઝનો વિચાર કરવો જોઇએ નહી. કેટલાક દેશો કોરોનાના અટકાલલા માટે વેકિસનેશન ઝડપથી કરવા અથવા તો જરુર પડે તો બુસ્ટર ડોઝ આપીને પરીસ્થિતિ નિયંત્રણમાં કરવાના પ્રયાસો કરી રહયા છે.

આથી માત્ર સંખ્યાત્મક જ નહી વધુને વધુ લોકો સુધી વેકિસન પહોંચે તે સૌની જવાબદારી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ એમ પણ જણાવ્યું કે તંદુરસ્ત યુવાનોને બુસ્ટર ડોઝ કે બાળકોને વેકસિન આપવા કરતા જે લોકો શારીરિક રીતે નબળા છે. વૃધ્ધ છે અને સંક્રમણનું ખૂબ જોખમ ધરાવે છે તેઓને કોરોના વેકિસનની રાહ જોવડાવવી જોઇએ નહી. જે દેશોમાં વેકિસનના ડોઝની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે તેમણે વધારાનું વેકિસન ગરીબ દેશોમાં પહોંચાડવું જરુરી છે. સંમ્પન વર્ગ વેકિસન પુરુ થયા પછી પણ બુસ્ટર ડોઝ મેળવતા રહેશે તો તેવા સંજોગોમાં ગરીબ દેશોના લોકો વેકિસનના પહેલા ડોઝથી જ વંચિત રહી જશે.

Source link

Leave a Reply