શું અકારણ મજાકનો પ્રયાસ કરવો એ માનસિક બિમારીનું લક્ષણ છે ?

  • Post author:
  • Post category:Health
  • Post comments:0 Comments

બર્લિન,20 નવેમ્બર,2021,શનિવાર 

મતલબ વગરના જોકસ અને કસમયના ટૂચકા કહીને કેટલાક લોકો માહોલને હળવાશભર્યો કરવાનો પ્રયત્ન કરતા હોય છે.જો કે અકારણ લોકોને હસાવવાનો પ્રયત્ન માત્ર સામાજિક અશિસ્ત હોવાની સાથે તે આ એક માનસિક બિમારી હોવાનું પણ સંશોધન જર્મનીમાં થયું હતું. આ માનસિક અવસ્થા ધરાવનારા લોકો કયારેક તો પોતે જ મજાક બની રહયા છે. સંશોધન મુજબ હળવાશ ઉભી કરવાની ચેષ્ટા પોતાની અંદરના માનસિક દબાણને હટાવવા માટે હોય છે.આ ઉપરાંત જિંદગીના મૂળ પડકારોથી દુર ભાગવાની વૃતિ પણ તેમાં સમાયેલી હોય છે.

આમ વગર કારણે પ્રયત્નપુર્વક જોકસ ઉભા કરવાનો પ્રયત્ન ચોકકસ પ્રકારની માનસિક અવસ્થા સુચવે છે. આને સંશોધકોએ મજાક કરવાની આદત એવું નામ આપ્યું છે જેને જર્મન ભાષામાં વિત્સેજલસચ કહે છે. મેડિકલ ભાષામાં ફન્ટલ લોબ અને ઓર્બિટ ભાગની વચ્ચેના ક્ષેત્રમાં ડેમજની અસરથી આવું થાય છે. આ મસ્તિષ્કનો એ ભાગ છે જે સંચાર તરંગોને પ્રત્યક્ષ રીતે નિયંત્રિત કરે છે. 

આ માનસિક તકલીફ ધરાવતા માણસોએ કહેલા ટુચકા.કોમેન્ટ તથા જોકસમાં ભારે વિષયાંતર હોય છે.કયારેક આ લોકો મુર્ખ લોકો અને મુર્ખતાપુર્ણ કામોની પ્રશંસા કરતા પણ નજરે ચડે છે. નવાઇની વાત તો એ છે કે અપ્રસ્તુત મજાક કરનારા લોકો પોતાની વાત સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા હોતા નથી.આવી વ્યકિતઓને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવે ત્યારે તે બીજાને હસાવતા હોય છે પરંતુ પોતે હાસ્યમાંથી આનંદ મેળવી શકતા નથી. આ એક ગંભીર સ્થિતિ છે જે માનસિક આઘાતમાંથી પણ પેદા થઇ શકે છે.

Source link

Leave a Reply