સફેદ કે પીળું? કયા રંગનું ઘી હોય છે વધારે સ્વાસ્થ્યપ્રદ, જાણો કારણ

  • Post author:
  • Post category:Health
  • Post comments:0 Comments


– ગાયનું ઘી નાના બાળકો અને વયસ્કોને સ્થૂળતા ઘટાડવામાં મદદ કરે છે અને તેનું સરળતાથી પાચન પણ થઈ જાય છે

નવી દિલ્હી, તા. 15 નવેમ્બર, 2021, સોમવાર

દેશી ઘી ફક્ત ભોજનનો સ્વાદ જ નથી વધારતું પરંતુ સાથે જ તે પોષક તત્વોથી ભરપૂર પણ હોય છે. દેશી ઘી પ્રોટીન, હેલ્ધી ફેટ, વિટામીન A, E અને Kનો મહત્વનો સ્ત્રોત છે. દેશી ઘી ત્વચા, વાળ, પાચન અને હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારૂં ગણાય છે. જોકે માર્કેટમાં બે રંગના ઘી જોવા મળતા હોય છે, એક પીળું અને એક સફેદ. આ સંજોગોમાં કયું ઘી વધારે સ્વાસ્થ્યપ્રદ છે તેવો સવાલ થવો સ્વાભાવિક છે. સૌથી પહેલા તો એ જાણવું જરૂરી બની જાય છે કે, સફેદ ઘી ભેંસના દૂધમાંથી બને છે જ્યારે પીળું ઘી ગાયના દૂધમાંથી બને છે. 

સફેદ ઘીના ફાયદા

તેમાં ફેટનું પ્રમાણ વધારે હોવાના કારણે તેને લાંબા સમય સુધી પ્રિઝર્વ કરી શકાય છે. તે હાડકાંઓને મજબૂત બનાવી રાખવાનું, વજન વધારવાનું અને હૃદયની માંસપેશીઓની ગતિવિધિ વધારવાનું કામ કરે છે. ભેંસના દૂધમાંથી બનેલું ઘી મેગ્નેશિયમ, કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા તત્વોથી ભરપૂર હોય છે. 

પીળા ઘીના ફાયદા

ગાયનું ઘી વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. તે નાના બાળકો અને વયસ્કોને સ્થૂળતા ઘટાડવામાં મદદ કરે છે અને તેનું સરળતાથી પાચન પણ થઈ જાય છે. ગાયના દૂધમાં A2 પ્રોટીન હોય છે જે ભેંસના દૂધમાં નથી હોતું. A2 પ્રોટીન ફક્ત ગાયના ઘીમાંથી જ મળે છે. ગાયના ઘીમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, ખનીજ, કેલ્શિયમ, વિટામીન હોય છે. ગાયનું ઘી હૃદયને સ્વસ્થ રાખવા ઉપરાંત ખતરનાક બ્લડ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવાનું કામ પણ કરે છે. 

કયું ઘી વધારે ગુણકારી

બંને પ્રકારના ઘી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારી છે અને તેમાં ફેટનું પ્રમાણ પણ સમાન હોય છે. ભેંસની સરખામણીએ ગાયનું ઘી વધારે સારૂં માનવામાં આવે છે. ગાયનું ઘી શ્રેષ્ઠ માનવા પાછળનું કારણ તેમાં કૈરોટીન વિટામીન A હોય છે જે આંખ અને મસ્તિષ્ક માટે ફાયદાકારી છે. તે પાચન માટે પણ શ્રેષ્ઠ છે અને તેમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોય છે. ગાયના ઘીની સરખામણીએ ભેંસના ઘીમાં વધારે ફેટ અને કેલેરી હોય છે. તે શરદી, ખાંસી અને કફ જેવી સમસ્યા અને સાંધાના દુખાવાને સરખો કરવામાં પણ મદદ કરે છે. 

Source link

Leave a Reply